રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો
ગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ રહયા છે. ત્યારે કેશોદ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના શુભારંભે કેશોદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર નગરપાલિકા પ્રમુખ તથા હોદેદારો આરોગ્ય વિભાગ સહીતના અધિકારીઓ રાજકીય હોદેદારોની ઉપસ્થિતિમાં કેશોદ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો. કેશોદ નગરપાલિકા ખાતે યોજાયેલ સેવાસેતુુ કાર્યક્રમમાં એક જ જગ્યાએ ૫૬ પ્રકારની લોક સેવાની તમામ કામગીરી સ્થળ ઉપર જ થતી હોવાથી લોકોને સારી અને ઝડપી સુવિધાઓથી લોકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ રહયા છે. ત્યારે સેવાસેતુ કાર્યક્રમમાં અમુક વિભાગની સમયસર ઉપસ્થિત ન હોવાથી લોકોએ મુશ્કેલીઓ પણ ભોગવી હતી.
આગામી દિવસોમાં પણ કેશોદ તાલુકાના અને ગામોમાં પણ સેવાસેતુ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા કેશોદ તાલુકાભરના લોકોને લાભ મળશે..