રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદના ખોડીયાર મંદિરે કેશોદ તાલુકા રાજપૂત સમાજ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ કેશોદ તાલુકા રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત યુવા સંઘ દ્વારા ગીરાસદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયો
કેશોદમાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે દર વર્ષે ક્ષત્રિયોની વૈદિક પરંપરા મુજબ શકિત ઉપાસના શાસ્ત્ર શસ્ત્ર પૂજન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજપૂતોની પારંપારીક રીત રીવાજ મુજબ વસ્ત્રો સાફા પહેરીને સમગ્ર કેશોદ તાલુકાના ગીરાસદાર રાજપુત તથા કાઠી સમાજ ઉપસ્થિત રહી કેશોદના નિલકંઠ મંદિર પાસે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે ગીરાસદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયો હતો. જેમાં શક્તિ ઉપાસના શસ્ત્રોનું શાસ્ત્રોકત વિધિ અનુસાર પુજન કરવામાં આવ્યું હતું.
કેશોદ તાલુકા રાજપૂત સમાજ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ કેશોદ તાલુકા રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત યુવા સંઘ દ્વારા ગીરાસદારોની વૈદિક પરંપરા મુજબના શસ્ત્ર પૂજન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન બાદ ખોડીયાર મંદિરથી પગપાળા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ગીરાસદાર પસાર થયા હતા. જેમાં ખોડીયાર મંદિરથી શરદ ચોકથી ચારચોક પહોંચ્યા હતા. ચાર ચોક ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર ફેરવી હતી. બાદમાં બસ સ્ટેશન રોડથી પટેલમીલ રોડથી આંબાવાડી કાપડ બજાર થઈ ખોડીયાર મંદિર પરત ફર્યા હતા..