રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
વરસાદના કારણે અનેક ખેડુતોના ખેતરોમાં મગફળીના પાથરા પલળી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં મગફળી ઉપાડવાનું કામ શરૂ છે. ત્યારે ખેડુતોની તૈયાર થયેલા ખેત પેદાશોમાં નુકશાની થવાથી ખેડુતો મુશ્કેલીમા મુકાયા..
કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં અનિયમિત વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદથી ત્રણ તબક્કામાં વાવણી થઈ હતી. વચ્ચેના સમયમાં વરસાદની થોડા દિવસોની ખેંચ બાદ અવિરત મેઘ સવારીથી અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો જે મગફળીના ઉત્પાદનની મુદત પુર્ણ થવાના સમયે આસો મહીનામાં પણ ભારે વરસાદ થવાથી અનેક ખેડુતોના મગફળીના પાથરા પલળી રહયા છે. તો કોઈ ખેડુતોની મગફળી ઉપાડવાના સમયે વરસાદ થતા મગફળી ઉપાડી શકાય તેવી પરિસ્થિતિ નથી જેના કારણે મગફળી જમીનમાં ઉગવા લાગી છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ભરાયેલા પાણી સુકાય તો મગફળી ઉપાડી શકે તેની રાહ જોઈ રહ્યા છે.
કેશોદ તાલુકામાં હાલના વર્ષે ૪૬૮૦ હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થયુ હતુ. જયારે ૧૮૬૮૦ હેકટરમાં વાવણી થઈ હતી. મગફળીના વાવેતર સિવાય ૬૫ હેકટરમાં સોયાબીનનું વાવેતર થયુ છે. વધુ વરસાદ અને ખેત પેદાશોને વધુ પડતા વાદળછાયા વાતાવરણના કારણે ખેત ઉત્પાદનમા ઘટાડો રહેવાની ખેડુતો શક્યતા સેવી રહયા છે. હાલના વર્ષે મૌસમનો કુલ ૧૧૫૭ મીમી ૪૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.ખેડુતોની ખેત પેદાશોમાં થયેલી નુકશાનીનું સર્વે કરી સહાય ચુકવવામા આવે તેવી ખેડુતો માંગ કરી રહયા છે.