ભારતની સૌથી આમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ આજે 8 ઓકટોબર 2021ના દિવસે 100 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

Latest

પહેલીવાર ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા છે..વિશ્વના અમીરોની 100 બિલિયન ડોલર ક્લબમાં આવનારા મુકેશ અંબાણી પહેલા ભારતીય છે.
7 ઓક્ટોબરે કંપનીએ અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (SEI) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. આ જાહેરાત બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.5 અબજ ડોલર (રૂ. 26,273.62 કરોડ)નો વધારો થયો છે.
મુકેશ અંબાણી 22 જુલાઇ 2020ના રોજ વિશ્વના 5મી સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એ સમયે તેમની સંપત્તિ 75 અબજ ડોલર હતી. 2020માં કંપનીએ તેનાં ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ 15 અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. આને કારણે કંપનીના શેર્સ પણ ઘણા વધ્યા હતા, જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક, KKR સહિત 10 પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે.અપેક્ષા મુજબ અમેરિકન કંપની 7-ઇલેવન સાથેના જોડાણ બાદ આજે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 100 જેવો ઉછાળો આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે 3 વાગ્યે કંપનીનો શેર આગલા દિવસ કરતાં 3% વધીને રૂ. 2678.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ રિલાયન્સની માર્કેટ કેપ પણ રૂ. 16.78 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. આજસુધીમાં ભારતના કોઈપણ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન આ ક્લબમાં સામેલ થઈ શક્યા નથી. જોકે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અત્યારે 73 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે અને વીતેલા એક વર્ષમાં અદાણીની સંપત્તિ જે રીતે વધી છે એને જોતાં આગામી એક કે બે વર્ષમાં તેમનો પણ આ ક્લબમાં પ્રવેશ શક્ય છે.ભારતના પેટ્રોલિયમ જાયન્ટ ગણાતા મુકેશ અંબાણીએ વૈશ્વિક મંદી વચ્ચે પણ પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. ફોર્બ્સના ડેટા મુજબ 2019માં અંબાણીની નેટવર્થ 50 અબજ ડોલર હતી, જે અત્યારે 100 અબજ ડોલર કરતાં પણ વધારે છે, એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ છે. ફોર્બ્સના ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુકેશ અંબાણી છેલ્લાં 14 વર્ષથી પહેલા નંબર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *