રાજપીપળા જિલ્લા જેલ ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું..

Narmada

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા

ગઈકાલે રાજપીપળા જિલ્લા ખાતે રાજ્ય કક્ષાના વન મહોઉત્સવ ૨૦૨૧ નું આયોજન કચેરીથી સૂચના થતાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે. એ.રંગવાલા , વનવિભાગના અધિકારી આર.સી.તડવી, વી.પી.વસાવા, જીત નગરના સરપંચ મફતભાઈ, ઉપસરપંચ પ્રભુભાઈ તેમજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. Single Use Plastic પર્યાવરણ ને નુકશાન કર્તા હોવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા જી.કા.સે.સત્તા મંડળના સચિવ રંગવાલા દ્વારા પર્યાવરણને બચાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગે આહવાન કરવામાં આવ્યું. તેમજ વૃક્ષોનું વાવેતર કરી નિયમિત જતન કરવા જણાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું રાજપીપળા જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ. બારમેરા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *