આઝાદી અમૃત મહોત્સવ ની ઊજવણીના ભાગ રૂપે ગોધરાની શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન. એસ. એસ. ના વિધ્યાર્થીઓ દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો ગોધરા કેન્દ્ર અને વિદ્યાર્થીઓ એ દેશ માટે પોતાના વિચારો રજુ કરતા ઓડીયો મેસેજ મોકલ્યા હતા. તેમનું ટેલીકાસ્ટ ઓલ ઇન્ડિયા રેડિયો ગોધરા સ્ટેશન પર તારીખ ૦૩/૧૦/૨૦૨૧ ના સાંજ ના ૬:૩૦ કલાકે યુવા વાણી કાર્યક્રમમાં થયુ હતુ. જેનો લાભ પંચમહાલ અને આજુબાજુના જિલ્લાના લગભગ ૫ થી ૬ લાખ લોકોએ લીઘો હતો.
આ કાર્યક્રમમાં ભાવીની જોશી એ દેશના અસલી હિરો કેપ્ટન વિક્રમ બદ્રા , હિતેન્દ્ર જાદવ. મહાન ક્રાતિકારી વાસુદેવ બળવંત ફડકે, ભુમી પરમાર ,વિર ચંદ્રશેખર આઝાદ, દેવેન્દ્ર પરમાર આત્મનિર્ભર ભારત,સોનાલી પટેલ મિસાઈલ મેન ડો. એ. પી. જે. અબ્દુલ કલામ, ધ્રુવી જોશી બાળ ગંગાધર તિલક તથા ક્રિષ્ના સોલંકી દ્વારા દેશની જાગ્રુતતા નો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં નિર્માણ સહાયક તરીકે વિપુલ પુરોહિત તથા સંકલન અને પ્રસ્તુતી પ્રકાશ બીલવાન દ્વારા કરવામાં આવ્યુ હતુ.
કોલેજના પ્રીન્સીપાલ ડો. એમ. બી. પટેલ તથા એન. એસ. એસ. ના પ્રોગ્રામ ઓફીસર ડો. રુપેશ નાકર દ્વારા વિધ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી. તથા ઓલ ઈન્ડિયા રેડિયો ગોધરા કેન્દ્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.