બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા નર્મદા
“
ગુટખાની ફાકી-મોતની ઝાંખી, તમાકુ માવા-શું કામ ખાવા, તમાકુ ખાય-કેન્સર થાય, ગુટકા ખાય-કેન્સર થાય, વ્યસન છોડો-સમાજ બચાવો ” જેવા બેનર્સ-સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરીમાં વ્યસનમુક્તિનો સંદેશો પાઠવ્યો.
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની નશાબંધી અને આબકારી અધિકારી ની કચેરીના માધ્યમથી ગઇકાલે રાજપીપલામાં વીર શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળા નં-૪ ખાતેથી નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડેન્ટ જયદિપભાઇ સાદડીયા તેમજ જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સપેક્ટર એસ.ડી.વસાવાએ વ્યસનમુક્તિ પ્રભાતફેરીને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વ્યસન મુક્તિની યોજાયેલી પ્રભાતફેરીમાં શાળાના વિદ્યાર્થીઓએ બેનર્સ સાથે “ ના સૂત્રચ્ચારથી વ્યસનમુક્તિનો સંદેશો આપતી પ્રભાતફેરી આગળ વધીને ટેકરા ફળીયા, ખાડા ફળીયા, દેશમુખ ફળીયા, નવા ફળીયા, ચુનારવાડ ફળીયાથી લઇને હરસિધ્ધિ મંદિરે પહોચ્યાં હતાં. અને ત્યાં આ પ્રભાતફેરીનું સમાપન થયું હતું. આ રેલીમાં શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.