ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર 1950ના રોજ તેમનો જન્મ થયો હતો. અને આજ દિવસે નરેન્દ્રભાઇ સોનીનો પણ જન્મ થયો હતો. તેમના નામથી માંડીને ઊંચાઈ, કદ, વજન, દેખાવ અને આદતો બધું જ મોટા ભાગે વડાપ્રધાનને મળતું આવે છે, સાથે બંનેની માતાના નામ ‘હીરાબહેન’ છે. આ ઉપરાંત બંનેના પિતા, દાદા, ભાઈ, અને બહેનનાં નામ પણ સમાન રાશિનાં છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી અને ગુજરાતના ધ્રાંગધ્રામાં જન્મેલા નરેન્દ્ર સોની વચ્ચે કોઇપણ પ્રકારના પારિવારિક કે લોહીના સંબંધો નથી, પરંતુ તેમના બ્લડ ગ્રુપ સમાન એટલે કે A+ છે. આટલું જ નહીં, પરંતુ મોદી અને સોની આ બંને અટક ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ સરખા અક્ષરોની છે.
બન્નેની જન્મ તા. 17/9/1950ના રોજ થયા છે. અલબત્ત, બન્નેના જન્મ સમયમાં થોડો ફેર છે, પણ જન્માક્ષર એકસરખા છે. અહીં સુધી તો સમજ્યા કે આવું બની શકે,પરંતુ બન્નેની માતાનાં નામ હીરાબેન છે. બન્નેનું બ્લડ એ પોઝિટિવ ગ્રુપ છે. બન્નેના વાળનો કલર સફેદ છે. બન્ને શાકાહારી, નિર્વ્યસની છે. બન્નેનો પ્રિય ખોરાક ભાખરી અને ખીચડી છે.
નરેન્દ્રભાઈ મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તેમ નરેન્દ્રભાઇ સોની પણ 13 વર્ષ સુધી આઇ.જે.એમ.એ.ના પ્રમુખ રહ્યા હતા. બન્નેને વર્ષ 2002માં પ્રોબ્લેમ થયા હતા, એકને રાજકારણમાં બીજાને વ્યવસાયમાં. 2012માં જન્મ દિવસે મોદી યાત્રાધામ અંબાજીમાં હતા તો સોની નાથદ્વારામાં હતા. વર્ષ 2013 અને 14ના જન્મદિવસે બન્નેએ પોતપોતાની માતા સાથે વિતાવ્યા હતા. બન્ને નરેન્દ્રને બન્ને હીરાબેને 101-101 રૂપિયા આપ્યા હતા.
બન્ને 1960માં સૈનિકોને મળ્યા હતા. બન્નેના યુએસએના વિઝા રદ થયા હતા. અને પાછા બન્ને યુએસ જવામાં સફળ રહ્યા હતા. આવી સામ્યતાઓ ઓછી હોય તેમ શરીરના માપ 44-41-45 પણ સરખા. આટલું બધું સામ્ય હોવું અસામાન્ય યોગાનુયોગ ગણાય. નરેન્દ્રભાઇ સોની કહે છે, નરેન્દ્રભાઇ ભારતનું ગૌરવ છે. તેમની સાથેની સામ્યતાથી હું ગૌરવ અનુભવું છું.’ વડાપ્રધાનને મળવાની તથા દેશના વિકાસ માટે તથા સ્વચ્છતા જેવાં અભિયાનોમાં વડાપ્રધાનને અનુસરવાની મહેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.