રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા માંગરોળ પી.જી.વી.સી.એલ ઇજનેરને ખારવા સમાજ હિન્દૂ યુવા સંગઠન તેમજ સાગર ખેડૂત સહકારી મંડળી બંદર દ્વારા આવેદનપત્ર આપ્યું.માંગરોળ બંદર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી અવારનવાર જતી રહેતી હોવાના કારણે વેપારીઓને આમ પ્રજાને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી ,આજે માંગરોળ બંદર ના યુવાનો દ્વારા માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે એકઠાં થયા હતા. અને સ્થાનિક અધિકારી ને લેખિત અને મૌખિક ઉગ્ર રજુવાત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપી વહેલી તકે વીજ પુરવઠો પૂર્ણ રીતે મળી રહે તેવી રજુવાત કરી હતી.
