રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે જેતપુર તાલુકામાં લોકડાઉનના કારણે જે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે અટકાવવા માં આવ્યા હતા તે મજૂરો ને આજ બોપર ના સમય ની આસ પાસ પોતાના વતન જવા માટે રાજકોટ રેલવે સ્ટેશન સુધી આ પરપ્રાંતિય મજૂરો ને પોહ્ચાડવામાં આવ્યા હતા.જેતપુર તાલુકાના એસ.ટી.ડેપો મેનેજર સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આ જેતપુર તાલુકાના પરપ્રાંતિય મજૂરો ને પોતાના વતન જવા માટે જેતપુર થી રાજકોટ રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા જેતપુર ડેપો માંથી એસ.ટી.બસ આ પરપ્રાંતિય મજૂરો ને ૩૫ બસ રાજકોટ પહોંચાડશે.
જે માં એક બસ કુલ ૫૧ સીટ માં ૩૦ થી ૩૫ લોકો નો સમાવેશ થાય તે રીતે ની વ્યવસ્થા કરવામાં આવશે થતા સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન થાય તે રીતે એક બસ માં ૩૫ મજૂર રેલવે સ્ટેશન સુધી પહોંચાડસે જેમાં એસ.ટી.બસ માં સેનીટાઇઝર થી બસ માં અંદર બહાર ફુવારો મારી ને ૩૫ બસ ના ડ્રાઈવર નું હેલ્થ ચેકઅપ કરાવી આ પર પરપ્રાંતિય મજૂરો ને રેલવે સ્ટેશન સુધી પહોંચાડસે.