મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી .આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટનાપહોંચી ગયા હતા અને આગ ને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. જે મોલમાં આગ લાગી હતી, તે મોલ 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલા લગભગ 1000 જેટલી નાની દુકાનો, 2 બેંકવેટ હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોનાની હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું. મોલ વિવાદિત રહ્યો છે અને ચાર વર્ષ પહેલા NCLTએ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરેલ છે આ પહેલા ગત વર્ષે 27 નવેમ્બરના રોજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં 33 કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ જણાવવા મડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો.