રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરાના ઝોઝ પાટીયા પાસેથી વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પસાર થતી પંચરવ લાકડા ભરેલ ટ્રક ને અટકાવી હતી. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા મળી ના આવ્યા હતા વન વિભાગે બે નંબરી લાકડાની અંદાજિત કિંમત 65,000 અને 4,75,000 ટ્રક મળી અંદાજીત 5,40,000 નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે ફોરેસ્ટ વિભાગ એક માત્ર બે નંબરી લાકડાની ગાડી પકડીને સંતોષ માની રહયુ છે બીજી તરફ બે નંબરી લાકડા ભરેલ ટ્રકો બિન્દાસ્ત રાત્રી દરિમયાન અમદાવાદ તરફ જતી હોય છે .
શહેરા – ગોધરા હાઇવે માર્ગ ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન લાકડા ભરેલ વાહનોની અવર જવર વધી જતા ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલની સૂચનાથી જે. ટી.મકવાણા સહિતનો સ્ટાફ પ્રેટોલિંગમા હતા તે દરમિયાન રાજસ્થાન થી ગોધરા તરફ જઈ રહેલ પંચારવ લાકડા ભરેલ ટ્રક RJ 12 GA 7551 ને ઊભી રાખવા માટે હાથ કરતા ઊભી રાખી હતી. ચાલક પાસે લાકડાની હેરા ફેરી કરવા માટેના જરૂરી કાગળો માંગતા તે આપી શક્યો ન હતો જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા બે નંબરી લાકડા ભરેલ ટ્રક ને કચેરી ખાતે લાવી ને તપાસ હાથધરી હતી.ટ્રક મા પંચરવ લાકડા મા લીમડો અને કળજની અંદાજિત કિંમત 65,000 તેમજ રૂપિયા 4,75,000 ટ્રક મળી કુલ 5,40,000 નો મુદામાલ જપ્ત કરીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી..
ફોરેસ્ટ વિભાગ એ ટ્રકમાં રહેલ પંચરવ લાકડા ક્યાંથી ભરેલ હતા અને ક્યા ખાલી કરવાના હતા. તે દીશા મા તપાસ હાથ ધરી હતી, ઉલ્લેખનીય છે કે આ હાઇવે માર્ગ પર અને મોરવા રેણા તરફ રાત્રિ દરમિયાન વધુ લાકડાની હેરાફેરી થવા સાથે વ્રુક્ષોનુ બેરોકટોક નિકંદન થઇ રહયુ છે. ત્યારે વન વિભાગ એક્શનમા આવીને બે નંબરી લાકડાની હેરાફેરી અટકાવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે જીલ્લ નુ ફોરેસ્ટ વિભાગ પણ જાણે એક કે બે ગાડી લાકડાની પકડી ને સંતોષ માળી રહયુ હોય તેમ લાગી રહયુ છે.. તેઓ પણ જાણે આ સામે કડક કાર્યવાહી કરવા કોઈ ઉપરી અધિકારી આદેશ કરે પછી કાર્યવાહી કરીએ તેમ વિચારી રહયા હોય એવુ લાગી રહયુ છે.