રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
પોતાની માતા અને ગર્ભવતી બહેન ને માર મારતા અને તેને પણ માર પડવાની બીકે સળગી જઈ મોત વ્હાલું કર્યું. પોલીસે મૃતક યુવકની બહેનની ફરિયાદ આધારે ૬ ઈસમો વિરુદ્ધ મરવા માટેની દૂષપ્રેરણાનો ગુન્હો નોંધી ધરપકકડ માટેની કવાયત હાથ ધરી હતી.
પોલીસ પ્રાપ્ય વિગતોનુસાર શહેરા તાલુકાનાં ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય વિજય નર્વતભાઈ પગી પોતાનું ગુજરાન ચલાવા માટે વડોદરા કામે જતા હતા અને એજ જગ્યાએ કામ કરતા રમેંશભાઈની પુત્રી નામે વનિતાની સાથે પ્રેમસંબંધ થઈ જતા તેણી ને પોતાના ગામ સાથે લઈ આવ્યો હતો આ તરફ તેને પૂછપરછ કરતા વનીતા તેની સાથે હોવાનો તેણે ઇન્કાર કર્યો હતો. તો તેને વડોદરા ખાતે મારમારવામાં આવ્યો હતો આ તરફ તેણે વનિતાને મૃતક વિજય કામ કરતો એ શેઠ દોલતભાઈને વનિતા ને સોંપી હતી અને ભાડા ના ૫ હજાર રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ તેની સાથે કામ કરતા તેનાજ ગામના કેટલાક લોકો એના પ્રેમસંબંધના કારણે તેઓના રૂપિયા રોકાયા હોવાનું જણાવી તેની પાસે ૫૦ હજારની ઉઘરાણી કરતા હતા અને બુધવારના રોજ ૬ ઈસમો દ્વારા મૃતક વિજયની માં અને તેની ગર્ભવતી બહેન ને મારવામાં આવ્યા હતા ત્યારે તેને એવું લાગ્યું કે આ લોકો મને પણ મારશે જેના કારણે મન માં લાગી આવતા રાત્રી ના વિજયે ઘરમાં રહેલું કેરોસીન પોતાના શરીરે છાંટી ઓસરીમાં આવી ભડ ભડ સળગી ઉઠ્યો હતો આ દ્રશ્ય જોતા તેની બહેન દોડી આવી ગોદડી વડે આગ ઓલાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં વિજયનું પ્રાણપખેરું ઉડી ગયુ હતું.આથી તાત્કાલિક શહેરા પોલીસને જાણ કરવામા આવતા શહેરા પી.આઈ એમ.આર.નકુમ, શહેરા મામલતદાર મેહુલ ભરવાડ, સર્કલ અધિકારી ચાવડા ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી શહેરા સરકારી દવાખાને પી.એમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો હતો .મૃતક વિજયની બહેનની ફરિયાદ ના આધારે પોલીસે ઝોઝ ગામના કલ્પેશ રાયસિંગ પગી,તેની પત્ની અનિતા કલ્પેશ પગી,રમેશ રાયસિંગ પગી,જશવંત ગણપત પગી,ગણપત રાયસિંગ પગી અને અખમ રાયસિંગ પગી વિરુદ્ધ મરવા માટેની દૂષપ્રેરણાનો ગુન્હો નોંધી તમામની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.