રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ.એન.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. ભાજપની યાદી બહાર પડતાં જ ટિકિટ માટે જે લોકોએ આશા રાખી હતી તેમની આશા પર પાણી ફરી વળ્યું છે હવે એવા ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડશે તેમજ કેટલાક ઉમેદવારો બીજા પક્ષમાંથી ટિકિટ મેળવી ઉમેદવારી નોંધાવશે એવી ચર્ચાએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે હવે તો આવનારી 13 તારીખે ખબર પડે કે કેટલાયે ઉમેદવારી નોંધાવી છે. બહાર પડેલી યાદીમાં જૂના જોગીઓની સાથે યુવાનોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે કેટલાક વોર્ડમાં જૂના જોગીઓની બાદબાકી કરવામાં આવે છે જેના કારણે બાદબાકી થયેલ ઉમેદવારોમાં ઉશ્કેરાટ ફેલાયેલ છે. હવે તો આવનારો સમય જ બતાવશે કે કોણ ઉમેદવારી કરે છે અને કોણ પક્ષને ટેકો જાહેર કરે છે.
- ડભોઇ નગરપાલિકાના કુલ વોર્ડ ૯ ની ૩૬ સીટોની આજરોજ ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા બહાર પડેલ છે જેમાં
- વોર્ડ નંબર (૧) માં ૧.હર્ષાબેન હેમંતકુમાર ચૌહાણ ૨ .મનિષાબેન લક્ષ્મીચંદ મોર વાણી ૩. કલ્પેશભાઈ બચુભાઈ તડવી ૪ .બીરેન કુમાર શાંતિલાલ શાહ
- વોર્ડ નંબર( ૨) માં ૧.રંજનબેન દિલીપભાઈ વસાવા, ૨ .શહેનાઝ બાનુ હુસેન ભાઈ ડોક્ટર, ૩ .મનોજ કુમાર રમેશભાઈ પટેલ ૪. હિતેશ ભાઈ રાયસીંગભાઈ પાટણવાડીયા
- વોર્ડ નંબર (૩).માં૧. વૈશાલીબેન નિમેષભાઈ તપોધન, ૨. સહેનાજ મકબુલ હુસેન જંબુસ રિયા ,૩. સલીમભાઇ ઘાંચી ,૪ .હાર્દિક રમેશચંદ્ર ચૌહાણ
- વોર્ડ નંબર (૪). માં ૧. ભારતીબેન રાજુભાઈ હરીજન, ૨ .આમેના બાનું ઇબ્રાહીમભાઇ પટેલ ,૩. જમાલભાઈ કાળુભાઈ બંબોજ વાલા, ૪ .મુસ્તાક હુસેન ઈસ્માઈલ ભાઈ માસ્તર
- વોર્ડ નંબર (૫). માં ૧. સીતાબેન ભરત ભાઈ વસાવા, ૨.સાબેરા બાનુ ઐયુબભાઈ ખલીફા,૩. ઇઝરાયલ હસનભાઈ પારીખા વાલા ,૪.કેતનકુમાર ઇન્દ્રવદન જોશી
- વોર્ડ નંબર(૬). માં ૧. જયશ્રીબેન હસમુખભાઈ રાણા,૨.કંચનબેન કમલેશભાઈ રાજપૂત,૩. કંચનભાઈ અંબાલાલ રાણા,૪. ભાવેશભાઈ જગદીશભાઈ રાણા
- વોર્ડ નંબર (૭)માં ૧.તેજલબેન દક્ષેશભાઈ સોની,૨.સ્વાતિબેન દિવ્ય કાન્ત શાહ ,૩. વિશાલ વ્રજેશભાઈ શાહ,૪. દિનેશચંદ્ર રસિકલાલ શાહ
- વોર્ડ નંબર (૮).માં૧. હીનાબેન રાજેશભાઈ વસાવા ,૨. કાજલબેન સંજય કુમાર દુલાની, ૩ .સતિષભાઈ નગીન ભાઈ સોલંકી, ૪. દાનીયલ મહેંદીયદુલ્લા મિયાસૈયદ
- વોર્ડ નંબર (૯) માં૧. દક્ષાબેન પરેશભાઈ રબારી ,૨.સોનલબેન કિશોર કુમાર સોલંકી, ૩. અનસોયા બેન કિરીટભાઈ વસાવા, ૪. મિતેશકુમાર હર્ષદભાઈ પટેલ નો સમાવેશ થાય છે.
હાલમાં તો ડભોઇ નગરમાં રાજકીય માહોલ ગરમાયો છે અને હાલ નું વાતાવરણ જોતા કેટલાક રાજકીય ખેરખાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને કેટલાક વોડૅમાં ભાજપ -કોંગ્રેસએ બે મુખ્ય રાજકીય પક્ષોની પેનલ સાથે અપક્ષોની પણ પેનલ ઉતરે તેવી સંભાવના જણાઈ રહી છે.