ગીર સોમનાથ: વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ સરકીટ હાઉસ ખાતે યોજાઈ

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લામાં અગાઉના દિવસોમાં હોદ્દેદારોની રચનાઓ થઈ ચૂકી છે જેથી હવે દરેક તાલુકાઓમાં સંગઠનની રચનાઓ ચાલી રહી છે, ત્યારે વેરાવળમાં સર્કિટ હાઉસ ખાતે વેરાવળ તાલુકાના ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વેરાવળ તાલુકાના દરેક પત્રકાર મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠન ની રચના કરવામાં આવી છે જેમાં વેરાવળ તાલુકામાં સર્વનુમતે હોદેદારોની કરવામાં આવી છે જેમાં પ્રમુખ નીલેશ ભાઈ ગૌસ્વામી,ઉપપ્રમુખ મહમદ ભાઈ સોરઠીયા, મહામંત્રી દેવા ભાઈ રાઠોડ,મંત્રી આઈ એસ. જીકાણી (તંત્રી-રાજવંશ સાપ્તાહિક)ની સર્વાનુમતે વરણી કરવામા આવેલ હતી.

હોદ્દેદારોની વરણી કરાયા બાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા નવા વરણી પામેલા હોદ્દેદારોમાં નિલેશ ગૌસ્વામી-પ્રમુખ, મહમદભાઈ સોરઠીયા-ઉપ પ્રમુખ, દેવાભાઈ રાઠોડ-મહામંત્રી, મંત્રી -આઈ એસ જીકાણી-તંત્રી રાજવંશ સાપ્તાહિકનું ફુલહાર પહેરાવી હદયપૂર્વક સન્માન કરવામાં આવેલ હતું.

નવા વરાયેલા હોદ્દેદારોને ફુલહારથી સ્વાગત કર્યા બાદ જિલ્લાના પ્રભારી રમેશભાઈ ખખર, જિલ્લા પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ નિલેશ ગોસ્વામી, ઉપપ્રમુખ મહમદભાઈ સોરઠીયા એ આ તકે પત્રકાર એકતા સંગઠન વધુને વધુ મજબૂત બને તેવા પ્રેરણા સભર વકતવ્ય આપીને જણાવ્યું હતું કે સંગઠન એટલે સાવરણી જેમ સાવરણી બંધાયેલી હોય તો જ તમામ કચરો સાફ થઈ શકે તેમ કહીને જણાવેલ કે આપણે તમામ મિત્રોએ આવી જ રીતે સળીઓની જેમ બંધાયેલું રહેવાનું છે અને જો આ રીતે રહીશું તો જ આપણું સંગઠન વધુને વધુ મજબૂત બનશે. આ ઉપરાંત તાલુકા પ્રમુખ નિલેશ ગૌસ્વામી એ વધુમાં જણાવ્યું હતું કે વેરાવળ તાલુકા લેવલની મિટિંગનું આપણે દર મહિને આયોજન કરીશું અને જેમાં પત્રકારો ના તમામ પ્રશ્નોને આપણે ન્યાય આપવાનો પૂરો પ્રયાસ કરીશું અને આ તકે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમગ્ર જિલ્લામાં પત્રકારીત્વ ક્ષેત્રમાં જબરું નામ છે એવા યુવા પત્રકાર રાકેશ પરડવાએ પોતાની લાજવાબ શૈલીમાં કરીને આવેલા તમામ પત્રકાર મીત્રોનું સ્વાગત કરેલું હતું..આ કાર્યક્રમમાં જિલ્લાના રામજીભાઈ ચાવડા જે રવિરાજ ન્યુઝના તંત્રી છે તેઓએ પણ પોતાનું ચોટદાર વક્તવ્ય આપીને આ કાર્યક્રમની આભારવિધિ કરેલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *