રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે..?

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા
નર્મદાના ઈકો ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્લાનમાં રાજપીપળાના નદી કીનારે આવેલો અને હરવા ફરવા માટે સ્થાનિકો મા લોકપ્રિય એવા આ ઐતિહાસિક ઓવરાની હાલત દયનિય બની છે. રાજપીપળા માં રાજવી શાશનના સમયે લોકોના ઉપયોગ માટે બાંધવામાં આવેલી ઈમારતો, સ્થાપત્યો સરકારી ઉપેક્ષા નો ભોગ બની રહ્યા છે.

રાજપીપળા શહેર ની ફરતે વીંટળાઈ ને વહેતી કરજણ નદી ના દક્ષિણ કીનારે આવેલો લોકભાષા ઓવારો કહેવાતો આ સ્થળની ભૌગોલિક રચનાને કારણે સ્થાનિક લોકો, પ્રવાસી ઓ અને મુલાકાતીઓ અને ફીલ્મોનુ શુટિંગ કરતા લોકોમાં ખુબજ લોકપ્રિય છે. કદાચ હજાર થી વધુ ફીલ્મના દ્રશ્યોનું શુટિંગ અહીયાં થયું હશે એમ કહીએ તો નવાઈ નહીં. 100 થી વધુ પગથિયાં ધરાવતો આ ઓવારો એના મજબુત બાંધકામ ને કારણે લગભગ 100 વર્ષ જેટલાં સમય થી કરજણ નદી ના ધસમસતાં પાણીના પ્રવાહ ને વેઠવા છતાં અડીખમ રહ્યો છે. કરજણ નદી ના કુદરતી પ્રવાહ ને બદલવાની કુચેષ્ટા ને કારણે ઓવારા ના પુર્વ ભાગ ઉપર ચોમાસાના પુરના પાણીનો માર પડવાથી છેલ્લા 10 વર્ષ મા કીનારા ના ધોવાણ સહીત ઓવારા ના ડાબી તરફ નો ભાગ તુટી ને ધરાશાયી થઈ જતાં મોટાં નુકશાનની શરુઆત થઈ ચુકી છે, પરંતું સ્થાનિક તંત્ર પાસે એની સમિક્ષા કરવાની નવરાશ જરા પણ નથી એમ જણાય છે.

આ ઓવારા ઉપર ફરવા અને સાંજે બેસવા આવતા લોકોની વાત કરીએ તો દરેક વય જુથના લોકોની સંખ્યા સમાન હોય છે, નાંના બાળકો, યુવાનો, મહીલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝનો સહીત તમામ લોકોનુ પ્રિય અને નવરાશ ના સમયે હળવાશ માણવાનું આ સ્થળ છે, પણ તંત્ર ને એના થી કોઈ નિસ્બત ના હોય તે સમજી શકાય તેમ છે.

તંત્રની ઉદાસિનતા ની સાથે સાથે એક વાત એ પણ જોડી લઈએ રાજપીપળા ના નગરજનો માંથી કોઈ પણ જાગૃકતા બતાવી આ મુદ્દે કલેકટર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સવાલ પુછવા ની કે જવાબ માંગવાની તસ્દી નથી લેતાં જેના કારણે તંત્રને આવા કામો કરવા મા રસ નથી, કારણ કે પ્રજા પોતેજ નિષ્ક્રીય જણાય છે.ત્યારે હવે પ્રજા એ જાગૃત થઈ આ માટે જરૂરી રજુઆત કરવી પડશે નહિ તો આવનારી આપણી પેઢી માટે કદાચ આ ઓવરો ભૂતકાળ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *