રિપોર્ટર: ભૂપત સાંખટ, અમરેલી
સરકારી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ હાલ પોતાના વતન તરફ જવા માટેની રાજ્ય સરકાર દ્વારા છુટ આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લાના બગસરા શહેરના નાલંદા સ્કૂલ ખાતે સેન્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ખુબ સુંદર ખુલ્લા મેદાન હવા ઉજાસ વાળું વાતાવરણમાં લોકો સોશ્યિલ ડિસ્ટન્સ રાખી શકે તેવી વ્યવસ્થાના ભાગરૂપે નાલંદા સ્કૂલ ખાતે સેન્ટર હોમની પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે જે અન્વયે બગસરા મામલતદાર આઇએસ તલાટી, અને તાલુકા વિકાસ અધિકારી કિરીટભાઈ પંચોલી, ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી, બગસરા પી.આઇ. મકવાણા સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ની મુલાકાત લઈને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું
ત્યારે આ બાબતે નાલંદા સ્કૂલ ના પ્રિન્સિપાલ સોનલબેન સાંગાણીના માર્ગદર્શન હેઠળ સ્કૂલમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હોય ત્યારે હાલ સરકાર શ્રી દ્વારા નાલંદા સ્કૂલ પસંદગી કરતા આજે સરકારી તંત્ર દ્વારા પ્રથમ સ્કૂલમાં સૅનેટાઇઝિંગ તેમજ સાફ-સફાઈ કરીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે