રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ પુરવઠા નિગમની ઓફીસે સોમવારથી ઓનલાઇન ડાંગરની નોંધણી કરવામાં આવશે આ સમાચાર મળતાની સાથે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.વિરમગામ પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ઓનલાઇન ડાંગર ની નોંધણી કરવામાં આવશે, પોપટ ચોકડી વાળા ઓવરબ્રિજ નીચે પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ડાંગરની ઓનલાઇન નોંધણી કરવાની શુભ શરૂઆત કરવામાં આવશે. ખેડૂતોએ ડાંગર ની નોંધણી કરાવતી વખતે જરૂરી પુરાવા જેવા કે ૮ અ સાતબાર અને તલાટીનો દાખલો, બેંકની પાસબુક ની ઝેરોક્ષ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને જે મોબાઇલ નંબર નાખવાનો હોય તે મોબાઈલ સાથે લઈને ખેડૂતોએ ડાંગર ની નોંધણી કરાવતી વખતે ઉપર મુજબના ડોક્યુમેન્ટ સાથે લઈ આવવાના રહેશે. વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના ખેડૂતોને આની જાણ થતા હર્ષની લાગણી ફેલાઇ જવા પામી હતી. તેમજ ખેડૂતોને અંદાજિત 350 રૂપિયા આસપાસ ડાંગર ના ભાવ મળશે તેવી માહિતી મળી રહી છે.