કાલોલ પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે હવે લાલ આંખ કરી છે. દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે કાલોલ પોલીસ દિવસ રાત ખડેપગે મેહનત કરી રહી છે. જોકે તેઓ ની મેહનત સફળ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે કાલોલ પોલીસને દારૂ ની હેરાફેરી કરતા લોકો ને પકડવામાં સફળતા મળી રહી છે.
કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોરને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે એક બોલેરો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મલાવ તરફ થી બેઢીયા તરફ જઈ રહી છે. અને આ દારૂ બેઢીયા ગામના યોગેશભાઈ નટુભાઈ ચૌહાણએ મંગાવેલ છે. બાતમીને આધારે કાલોલ પી.એસ.આઈ એમ.એલ.ડામોરે સ્ટાફ સાથે મળી કંડાચ જવાના રોડ પાસે ચોકડી ઉપર નાકાબંધી કરી હતી. તે દરમિયાન બાતમી વળી બોલેરો ગાડી આવતા તેને પોલીસ દ્વારા બેટરી ની લાઈટો બતાવી ઉભા રહેવાનો ઈશારો કરતા બોલેરોના ચાલકે ગાડી પૂર ઝડપે હંકારી હતી અને થોડી જ દૂર ગાડી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા ગાડી ચાલાક ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીની તાપસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેમાં કવાટરીયાની પેટીઓ નંગ-૫૨ તથા ટીન બીયરની પેટીઓ નંગ-૦૪ કિંમત રૂં.૨,૬૦,૬૪૦ તથા બોલેરો ગાડી કિંમત રૂં.૩,૫૦,૦૦૦ મળી કુલ રૂં.૬,૧૦,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર તથા બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.