રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
તાજેતરમાં પહેલા કચ્છના રાપરમાં વકીલની હત્યા અને પછી ઉત્તરપ્રદેશમાં હાથરસમાં મનીષા વાલ્મિકીની હત્યા જેના કારણે આ પ્રશ્ન દેશવ્યાપી મુદ્દો બની જવા પામ્યો છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર કચ્છના રાપરમાં શહેરના અગ્રણી તેમજ એડ્વોકેટ્સ અસોસિએટેસના પ્રમુખ દેવજીભાઈ રામેશ્વરીની કરપીણ હત્યા ત્યારબાદ ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતી મનીષા પર ચાર નરાધમોએ બળાત્કાર ગુજારીને તેની જીભ કાપી નાખવામાં આવી અને તેના શરીરના મોટાભાગના હાડકાઓ તોડી નાખવામાં આવ્યા. જેના કારણે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જે સમસ્ત અનુસૂચિતજાતિ જનજાતિ સમાજ માટે શરમજનક છે જેથી રાપરમાં વકીલની હત્યા માટે જવાબદાર કાવતરાખોરો સામે તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સખત સજા કરવામાં આવે અને દેવજીભાઈના પરિવારને આર્થિક સહાય સાથે તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે ત્યારબાદ હાથરસની પીડિત મહિલાના પરિવારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે અને દુષ્કર્મ આચરનાર ચાર નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે જેવા અનેક મુદ્દાઓની માંગણી સાથે મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.