રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલામાં આજે સર્વ સમાજ દ્વારા યુ.પી.ની મનીષા ગેંગ રેપ ની ઘટનાના વિરોધમાં રાજુલા મામલતદારને આવેદન અપાયું.
આજે સવારે 11 વાગે આંબેડકર ચોકમાં સર્વે લોકો એકત્રીત થઈ ને રેલી સ્વરૂપે રાજુલા મામલતદાર ઓફિસે પોહચી રાજુલાના મામલતદાર ગઢીયાને આવેદન પાઠવ્યુ. જેમા બજરંગ બલી સેના તેમજ માર્કેટિંગ યાડના ડિરેકટર રમેશભાઈ કાતરિયા તેમજ ધનશામભાઈ કાતરિયા, મુસ્લિમ સમાજ ના આગેવાન રમજાન ભાઈ કુરેશી, ક્ષત્રિય સમાજના આગેવાન કનુભાઈ ધાખડા, સાધુ સમાજના આગેવાન ભનુભાઈ દુધરેજીયા, બ્રહ્મ સમાજના આગેવાન કિરીટભાઈ પંડ્યા, રબારી સમાજના નાજાભાઇ ખાંભલા, લુહાર સમાજના વિનુભાઈ રામ તેમજ દલિત સમાજના આગેવાનો કિશોરભાઈ ધાખડા, વાલજીભાઈ, દીપકભાઈ, વાલજીભાઈ બાબરીયા, જીવરાજ ભાઈ મેવાડા તેમજ વાલ્મિકી સમાજના વિજયભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ તેમજ અને યુવાનો તેમજ કોળી સમાજના બાવચંદ ભાઈ રમેશભાઈ તેમજ દિનેશભાઈ સહિતના વિવિધ આગેવાનો હાજર રહી રાજુલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.