રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સાથે રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
ફિર એક ઓર બાર નિર્ભયા, હાથરસ,બેહરામપુર અને હવે ગુજરાતના સંતમપુરમાં વિધર્મી યુવાનો એ ગુજરાતને શર્મસાર કર્યું.
સંતરામપુરની મહિલાને ડરાવી મારી નાખવાની ધમકી આપી ઘરે બોલાવીને બેરેહમીપૂર્વક ગુજાર્યો બળાત્કાર.
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ભાટિયા ટેકરી પર આવેલ એક મકાનમાં મોટી સરસણની એક યુવતીને ડરાવી ધમકાવી પોતાના ઘરે બોલાવી બળાત્કાર થયાની ઘટના પ્રકાશમાં આવતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. અને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બળાત્કાર ગુજારનાર આરોપીઓને દબોચી લીધા હતા.
તમામ આરોપીઓને મેડિકલ તપાસ હાથ ધરી અને ભોગ બનનારા યુવતીનું મેડિકલ હાથ ધરવામાં આવેલ છે. વિધર્મી યુવાને ભાટિયા ટેકરી પાસે આવેલ મકાનમાં આરોપીઓ એ બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે સંતરામપુર નગરમાં બનેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને ઘટનામાં સંડોવાયેલા બળાત્કારીઓ છટકી ન જાય તેવું સંતરામપુર નગરમાં ચર્ચાઈ રહ્યું છે. ભાટિયા ટેકરી પર આવેલ મકાનમાં આ ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવેલ છે ત્યાં અગાઉ પણ આવા બનાવ બનેલ છે કેમ તે પણ તપાસની માંગ ઉઠી છે.
આરોપી દ્વારા યુવતીને તેમજ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી જ્યારે પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આરોપીઓ કાયદાની કોઈ છટકબારી શોધી ને છટકી તો નહીં જાય ને તેવા સવાલો ઉઠ્યા છે. એક બાજુ આખા દેશમાં હાથરસની ઘટના હચમચાવી રહી છે, ત્યારે દેશમાં એક પછી એક મહિલાઓ પર બળાત્કાર, ગેંગરેપની ઘટનાઓ વધતા આ એક ગંભીર પ્રશ્ન બન્યો છે.
આજકાલ દેશના ખૂણે ખૂણે અને ઘણાબધા રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના હાથરસ અને બેહરામપુરની ઘટનાઓનો મુદ્દો તાજો છે ત્યારે ગુજરાતમાં પણ આ સંતરામપુર ખાતે બનેલી બળાત્કારની ઘટનાથી આજકાલ આપણી બહેન, દીકરીઓ અને મહિલાઓ કેટલી સુરક્ષિત છે? એ પ્રશ્ન સૌ કોઈના મનમાં ઉભો થઇ રહ્યો છે. સરકારે એવો કોઈ કડક કાયદો બનાવો જોઈએ આવી ઘટનાઓ ઉપર અંકુશ આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે.