સાબરકાંઠા: પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર ના તૈયાર થયેલ ધરૂ વાડીયામા કોઇ અજાણ્યા ઇસમો દવા છાંટી જતા લખો રૂપિયાનો ધરૂ બળી ગયો.

Latest Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ ખાતે ચાર ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલ ફ્લાવર ના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઈસમો દવા છાટી જતાં તૈયાર થયેલ લાખ્ખો રૂપિયા નો ફલાવર નો ધરૂ બળી ને સ્વાહા થઇ ગયો ખેડૂતો એ પોલીસ ના દ્વાર ખખડાવ્યા .

પ્રાંતિજ ના સાંપડ ખાતે ફલાવર પકડતા ખેડૂતો ના ખેતરો તૈયાર કરેલ ફલાવર ના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતો ના ખેતરોમાં જઇ ફલાવર ના ધરૂ માં ચીલ ની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતો નો તૈયાર થયેલ ફલાવર નો ધરૂ બળી જતાં ખેડૂતો ને લાખ્ખો રૂપિયા નુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે માનવ સજીત કુત્ય ને લઈને હાલતો ખેડૂતો ને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત (૧) ચિરાગભાઇ ધુળાભાઇ પટેલ ના ૧૦ વિગા ના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવર ના ધરૂ માં તથા અડધો વિગો ફલાવર ના તૈયાર પ્લોટમાં દવાનો છટાંવ કરવામાં આવતા તેવોને અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે તો (૨) અલ્પેશ ભાઇ રમણભાઈ પટેલ ના ખેતરોમાં પણ ચાર વિગા ના તૈયાર થયેલ ફલાવર ના ધરૂ માં દવાનો છટાંવ થતા તેવોને પણ અંદાજે ચાલીસ હજાર થી પણ વધારે નુકસાન થયું છે તો (૩) શૈલેષભાઈ સોમાભાઈ પટેલ ના ત્રણ વિગા ના ધરૂ વડીયામાં પણ ચીલ ની દવાનો છટાંવ કરવામાં આવતા તેવોને પણ અંદાજે ત્રીસ હજાર થી પણ વધારે નુકસાન થયું છે જયારે (૪) વિષ્ણુભાઈ નાથાભાઇ પટેલ ના ખેતરોમાં પણ કરવામાં આવેલ ફલાવર ના ચાર વિગા ધરૂ વાડીયામાં દવા છાંટવામાં આવતા ચાલીસ હજાર થી પણ વધારે નુકસાન થયું છે ત્યારે હાલતો ચીલ ની દવાનું ચારેય ખેડૂતો ના ધરૂ વાડીયાઓમા છટાંવ કરવામાં આવતાં તૈયાર થયેલ ચારેય ખેડૂતો નો ફલાવર નો ધરૂ બળી ને મુંઝાઇ જતાં કુલ બે લાખ થી પણ વધારે નુકસાન થયું છે ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂતો દ્વારા આ કુત્ય કરનાર અજાણ્યા ઇસમો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં રજુઆત કરવામાં આવી છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો સામે ગુનોનોધી આગળ ની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે હાલતો તૈયાર થયેલ ધરૂ બળી જતાં ખેડૂતો ને લાખ્ખો રૂપિયા નું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *