રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા તાલુકાના કાતરગામે ચોમાસાની ઋતુમાં પાણીની પોકાર કાતર ગામનો આવેલ ટીબા વિસ્તારમાં અંદાજીત ૧૦૦ મકાન ધરાવતો વિસ્તાર છે ત્યાં ૫૦૦ થી ૬૦૦ નાના મોટા લોકોની વસ્તી ધરાવતો ટીંબા વિસ્તાર છે. આ વિસ્તારમાં દેવી પુજક સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકો રહે છે છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષ મા કાતર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કરવામાં આવ્યો તેવું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. ટિબા વિસ્તાર ના લોકો આ વિસ્તારમાં આવેલ પાણીનો એક જ શબ્દ હોવાથી અહીં આ વિસ્તારમાં ખૂબ જ લોકો પરેશાની વેઠી રહ્યા છે તેમજ પાણીના પંપ ની બાજુમાં ગામ નુ તળાવ આવેલું છે આ તળાવની અંદર દૂષિત પાણી હોવાથી ગ્રામજનોમાં ઝાડા-ઉલટી કમળા જેવા ભયંકર રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. કતારગામ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણી અને રોડ રસ્તા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે..