રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા
વિયર ડેમ ના કારણે પાણી નો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળો ને નુકસાન થયું છે
ગરુડેશ્વર કાંઠા વિસ્તાર ના બંને બાજુ ના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે
પ્રખ્યાત દત્ત મંદિર ના પટાંગણ માં ચાલતું 8 ધોરણ સુધીના આશ્રમશાળા માં પણ નુકસાન થયું છે.
સામા કિનારા ના કેટલાય ગામો ના ખેડૂતો ની જમીન પણ ધોવાઈ ગઇ
નર્મદા પરિયોજના a e વિયર ડેમ માં કેટલાય સ્થાનિક આદિવાસીઓ અને ગરીબો એ જમીન આપી બલિદાન આપ્યું છે
ત્યારે કેટલાક ને હજી રોજગારી નથી મલી અને તેઓ અસંતુષ્ટ છે વળી કેટલીક જગ્યાએ હજી પણ સિંચાઇ નું પાણી નથી મળતું
આ મુદ્દાઓ પર ધ્યાન આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટતું કરવા વિનંતી કરી..