રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
કોરોના વાઇરસ વચ્ચે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું મંડપ એસોસિએશન લાલઘૂમ
રાજ્યમાં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું જેમાં ધીમેધીમે હવે સરકારનીગાઈડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ લગ્ન પ્રસંગ માં ૧૦૦ ઉપરાંત લોકો ને ભેગા થવાની શૂટ ના હોવાથી છેલ્લા સાત મહિના થી લગ્ન મંડપ ના વેપાર ધંધા બંધ હોવાથી હજારો કામદારો ને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આજે દિયોદર જી.આઈ.ડી.સી ખાતે મંડપ એસોસિએશન ની એક મહત્વ ની બેઠક મળી હતી જેમાં આ બેઠક માં દરેક લગ્ન મંડપ ના ધંધા રોજગાર સાથે જોડાયેલા વહેપારીઓ હાજર રહા હતા અને સરકાર સામે વિરોધ કર્યા વિના મીડિયા ના માધ્યમ થી માંગણી કરી હતી કે સરકાર સરકારી કાર્યક્રમ માં માણસો એકઠા થવાની શૂટ આપે તો લગ્ન પ્રસંગ માં કેમ ૫૦૦ માણસો ભેગા ના થઇ શકે જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે તો છેલ્લા સાત મહિના થી બંધ મંડપ ના ધંધા રોજગાર ફરી ચાલુ થાય તેમ છે હાલ ધંધા રોજગાર બંધ હોવાથી પરિવાર નું ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે કામદારો ને પણ કઈ રીતે મજૂરી આપી શકીએ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ દિયોદર મંડપ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.