નર્મદા: રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિ અંગેની બેઠક મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

આ બેઠકમાં કલેકટર નર્મદા તથા જિલ્લા વિકાસ અધિકારી, ડી.આર.ડી. નિયામક, સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારા તાલુકાના ખૂટતા પ્રશ્નો તથા ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે
(૧) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ.
(૨) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા યોજના.
(૩) મિશન મંગલમ યોજના.
(૪) ડી.આર.ડી.એ તમામ યોજનાઓ તથા બિન યોજનાકીય ખર્ચ અને બચત
(૫)ડી.આર.ડી.એ.એડમિનિસ્ટ્રેશન હેઠળ મંજુર થયેલ સ્ટાફ.
(૬) ટ્રાયબલ એરીયા સબપ્લાન.
(૭) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ફેજ- ૧ અને ફેજ-૨ હેઠળ વિતરણ કરવામાં આવેલ ગેસ કનેક્શન.
(૮) મધ્યાન ભોજન યોજના અંતર્ગત શાળામાં અપાતી સેવા.
(૯) જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા,કસ્તુરબા પોષણ સહાય, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના,મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન જેવી આરોગ્ય લક્ષી યોજના.
(૧૦) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના.
(૧૧) પશુપાલન યોજના વિશે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી.

ત્યારબાદ ચીફ ઓફીસર રાજપીપલા નગરપાલિકાને રાજપીપલા શહેરમાં ફાળવવામાં આવતી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદ ઉપયોગ થવો જોઈએ. કારણ કે રાજપીપલા શહેર નર્મદા જિલ્લાનું એક મીની કાશ્મીર શહેર છે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા લોકો આ માર્ગેથી પસાર થાય છે, રાજપીપલા શહેર થકી એક સ્વચ્છતા અને સુંદરતાનો સંદેશો મળે તે માટે વિકાસના કામો કરવા આગ્રહ કર્યો.

નાંદોદ તાલુકાનું જુનારાજ સ્થળ એક ઐતિહાસિક સ્થળ છે અને આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે અને જુનારાજની બાજુમાં કમોદીયા થઈને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દેવસાથરા પર્વતની હારમાળા નિહાળવા માટે આવે છે. અને આવુ જ વિસલખાડી ખાડી પણ પ્રવાસન સ્થળ છે, તો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે, તેથી આ સ્થળને પણ ડેવલપ કરવો જોઈએ. તે બાબતે જે તે વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *