રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકા સુપરવાઇઝર નલિન ડઢાણીયા ના માનસીક ત્રાસ થી કંટાળી ઉપલેટા બ્લોક હેલ્થ ઓફીસર ડો.હેપ્પી પટેલ એ રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો.ઉપલેટા તાલુકાનાં મુખ્ય સુપરવાઇઝર ના માનસીક ત્રાસ થી કંટાળી જતા આપ્યું રાજીનામું હોવાનું બહાર આવ્યું હતું. ઉપલેટા તાલુકા નાં મુખ્ય સુપરવાઇઝર નલિન ડઢાણીયા અવારનવાર ધાક ધમકી, માનસિક ત્રાસ આપતાં હોવાથી તાલુકા હેલ્થ ઓફીસરે રાજીનામું આપ્યું. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઉપલેટા હેલ્થ ઓફીસર રાજીનામું આપે તો આમ જનતાનુ શું? એક મોટો સવાલ ઉદ્દભવે છે.