રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરાના કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરંગીયા તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મામલતદાર કચેરીમાં આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. મામલતદારએ બધા લોકોને સાંભળી અને આવેદનપત્ર સ્વકાર્યુ હતું જેમાં લોકોની માંગ હતી કે ખેતરોમાં પાણી ભરવાના કારણે ખેડૂતો ખુબ જ પાયમાલ થઇ ગયા છે તેના ખેતરમાં કપાસ કે મગફળીના વાવેલ કરેલ બધો પાક નિષ્ફળ ગયેલ છે જેથી સરકાર દ્વારા વળતર આપવા બાબત બગસરા મામલતદાર કચેરીમાં ભેગા મળીને આવેદનપત્ર મામલતદાર તલાટને આપવામાં આવ્યું હતું.