મોરબી: હળવદમાં રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલકો પરેશાન.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોરા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે. અને પાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો પાલિકા પ્રત્યે ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે તેમ છતાં આ પાલિકાના સત્તાધિસોની ઉંઘ ઉડતી નથી.

સરકાર દ્વારા ટ્રાફિક નિયમનની વાતો કરવામાં આવે છે અને મોટા મોટા દંડ વસુલવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રસ્તાઓ ઉપર જ્યાં દેખો ત્યાં ઢોર જોવા મળતા હોય છે અને આ કારણે અવાર નવાર અકસ્માતો વધી રહ્યા છે. સરકાર દ્વારા ખરેખર આ રખડતા ઢોર બાબતે કાળજી લેવાની તાતી જરુર છે. વાત કરવામાં આવે હળવદ નગરપાલિકાની તો હળવદ પાલિકાની હદમાં તમામ રસ્તાઓ ઉપર જ્યાં દેખો ત્યાં ઢોર જોવા મળી રહ્યા છે અને આ રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ રખડતા ઢોર બાબતે લોકોએ અવાર નવાર નગરપાલિકાને લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતાં આ પાલિકાની ઉંઘ ઉડતી નથી.

જેના કારણે અનેક લોકો આ રખડતા ઢોરોના કારણે અકસમાતનો ભોગ બની રહ્યા છે. મુખ્ય બજારમાં દોડતા આખલા એક બાઇક અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી અને તેણીને લોકોએ તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા,તો આવા રોજે રોજ કિસ્સાઓ બનવા છતાં પાલિકા દ્વારા આ રખડતા ઢોર બાબતે કોઇ પગલાં લેવામાં આવતા નથી, અને જેથી અનેક લોકોને જાન નું જોખન ઉભુ થવા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *