રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઇવે ઉપર પોલીસ ચોકી ની બાજુમાં રાધનપુર રેડકોસ દ્વારા માનવતાની દિવાલ ખુલી મુકવામાં આવી જેનુ ઉદઘાટન રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા અને હરદાસ ભાઈ આહીર અને રાધનપુર નગર જનો દ્વારા કરવામાં આવેલા જેમાં જે લોકો ને બીન જરૂરી કપડાં હયો તે આ બનાવમાં આવેલી માનવતા ની દિવાલ ઉપર મુકી જાશે અને જે લોકોને આ કપડા ની જરૂર હોય તે ત્યાંથી લઈ જશે ત્યારે ઘણા લોકો નવા કપડા જુના કપડા મૂકી જાય છે અને જે ગરીબ લોકોને જરૂરિયાતમંદો કેમ જોવાય તેવા કપડા ત્યાંથી લઈ જાય છે ત્યારે રાધનપુર ખાતે એક ઉમદા કાર્ય નું અલગ-અલગ ત્રણ જગ્યાએ માનવતાની દિવાલ બનાવી સેવાભાવી લોકો કાર્ય કરી રહ્યા છે ત્યારે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ હાજર રહેલા અને રીબીન કાપી માનવતાની દિવાલ ખુલી ત્યારે રાધનપુર રેસકોર્સ અને રાધનપુરની આમ જનતા હાજર રહ્યાં હતા.