ગોઠડા ગામનો વ્યક્તિ ગનાપીપડી ઓપરેટર ના ન્યાય માટે ગામ લોકોએ કરી માંગ

Banaskantha
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

કોરોના વોરિયર તરીકે અંબાજી પાસે કુંભારીયા જાબુંડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ઇનાભાઈ હોમાભાઈ ખોખરીયા આકસ્મીત રીતે મોત નીપજ્યું હતું. કેટલાય સમયથી ગ્રામ પંચાયત ગનાપીપલી નોકરી બજાવતા ઇનાભાઈ હોમભાઈ ખોખરીયા ની કોરોના સમય તેમની નોકરી માટે કુંભરીયા જાબુડી ચેકપોસ્ટ પર રાત્રીના સમયે ફરજ પર મુકેલ હતા. તેઓને ચાલુ નોકરીએ બેભાન અવસ્તામાં જોતા લોકોએ બુમરાડ કરતા ત્યાંના સ્થાનિક ફરજ બજાવતા ચાર જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાર બાદ ઇનાભાઈ ને અંબાજી રેફરલ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા. તેમને વધુ ઇજા હોવાથી પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી ગામ લોકોએ તેમનો મૃત્યુ દેહને લઇ જઈને દાગ આપવામાં આવ્યો હતો અને તે પછીના ગાળા માં દાંતા તાલુકાના દરેક પંચાયતના ઓપરેટરો હડતાળ પર ઉતર્યા હતા તેથી સરકાર ઘ્વારા તેમને પેકેજ આપવાનું જાહેર કરતા તેઓ એ હડતાલ સમાપ્ત કરી હતી પરંતુ દાંતા તાલુકાના દરેક ગ્રામ પંચાયત ઓપરેટર દ્રારા ચાલુ થઈ જતા છ છ મહિના પુરા થયા બાદ પણ હજુ સુધી મરણ પામેલ ઈનાભાઈ હોમભાઈ ખોખરીયાને ન્યાય ન મળતા પરિવાર જનો અને ગામ લોકો ઉગ્ર બન્યા હતા અને જો ગરીબ ને ન્યાય નહિ મળે તો ભૂખ હડતાળ તથા આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી. તેમજ દસ દિવસમાં ન્યાય નહિ મળે તો લોકો ઘ્વારા રોડ બંધ કરવા માટે ની પણ ચીમકી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *