રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ભારે વરસાદ માં મોટા ખાડાઓ પડતા તંત્ર એ તેમાં છારું પાથરી દેતા હાલ વાહનો પસાર થતાંજ ધૂળ ની ડમરીઓ ઉડતા ધુમ્મસ જેવા દ્રશ્યો
વડોદરા થી વાયા રાજપીપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગની હાલત દર ચોમાસા ની ઋતુ માં ખૂબ બદતર જોવા મળતી હોવા છતાં તંત્ર દ્વારા તેનું કોઈ યોગ્ય અને કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે આ માર્ગ હાલ વરસાદ અટકતા તદ્દન ધુળીયો બની જવા પામ્યો છે.જેના કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે.
આ માર્ગ પર થોડા દિવસ પહેલાં ભારે વરસાદ ના કારણે મોટા ભુવા પડી ગયા બાદ તંત્ર ની મહેરબાની ના કારણે ત્યાં પડેલા ભુવા માં છારું પાથરતા આ માર્ગ પર હાલમાં વાહન પસાર થતા ઉડતી ધૂળ ના કારણે શિયાળા થતા ભારે ધુમ્મસ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે જેના કારણે ક્યારેક ઓવરટેક કરતાં વાહન થકી અકસ્માત પણ થાય તેવી દશા ઉભી થવા પામી છે.ત્યારે તંત્ર ની અણઆવડત કે લાલીયાવાડી કહો વરસાદ માં મોટા ખાડા બાદ હાલ ધૂળ ઉડતા વાહન ચાલકો છેલ્લા બે મહિના થી હેરાન થઈ રહ્યા છે.માટે તંત્ર હાલ વરસાદ બંધ હોય આ માર્ગ ની યોગ્ય મરામત કરે તે જરૂરી બન્યું છે.