રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા માં ભાભર શાખા મા વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ઇન્ડિયા સૂત્રો સાર્થક કરવા બનાસ બેન્કના ગ્રાહકો માટે વધુ સવલત પૂરી પાડવા આજે બનાસ બેંક ભાભર શાખા દ્વારા ભાભર વિસ્તારના બનાસ બેન્કના ડિરેકટર તરીકે સેવા આપતા જીવરાજ ભાઈ ચૌધરી હસ્તે બનાસ બેન્ક ભાભર શાખા દ્વારા એ.ટી.એમ મશીન ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. આ પ્રસંગે સિનિયર ઇન્સ્પેક્ટર ગ્રેડ-૧ ના પેથા ભાઈ પટેલ દિયોદર શાખા સિનિયર ઇન્સ્પેક્ટર વિનુભા દરબાર ભાભર શાખા જુનિયર ઇસ્પેક્ટર જેડી પટેલ આરજે ચૌહાણ બ્રાંચ મેનેજર કરસન ભાઈ પાંડવ શાખાના સ્ટાફ ગ્રાહકો અને ભાભર પંથકના અગ્રણીઓ શંકરભાઈ ચૌધરી રડકીયા ભાભર પાલિકા પૂર્વ પ્રમુખ રઘુભાઈ પરમાર તાલુકા ભાજપના મહામંત્રી માવજીભાઈ પટેલ બાબુભાઈ ઠાકોર તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં એટીએમ મશીન ખુલ્લુ મુકવામાં આવતા હર્ષની લાગણી જન્મી છે.