રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો…
ખેડૂતો સહિત લોકોમાં છવાયો આનંદ..
અમીરગઢ નજીક પસાર થતી બનાસ નદી ના જળ સ્થળમાં થયો વધારો…
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી એવી બનાસ નદીના જળ સ્થળમાં વધારો થયો છે… બનાસ નદી રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ગિરિકન્દ્રાઓ માંથી નીકળે છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અમીરગઢ, ઈકબાલગઢ થઈને દાંતીવાડા ડેમમાં પ્રવેશી ને અંતે કચ્છના નાના રણ મા મળી જાય છે આજ રોજ સવારે ઉપરવાસ એવા રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાથી બનાસ નદીના જળ સ્થળમાં વધારો થયો છે બનાસ નદીનું જળ સ્થળ વધતા તંત્ર દ્વારા પાણી મા ન ઉતરવા તથા નદી કાંઠે ન જવા પ્રજાને સૂચના આપી છે.તેમજ નદીમાં પાણી ની આવક વધતા લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા.બનાસ નદીમાં પાણીની આવક વધતા ખેડૂતો સહિત લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.