રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મહારાષ્ટ્ર ના પુણે જીલ્લાનો આર.ટી.ઓ પાસિંગ નંબર ધરાવતો આઈશર ટેમ્પો મહારાષ્ટ્ર માં થી કેટલાંક દિવસો અગાઉ ચોરાયો હતો, જેની પોલીસ ફરિયાદ ટેમ્પો ના માલીક સંદિપ પ્રકાશ મોરે એ મહારાષ્ટ્ર માં નોંધાવી હતી, અને ત્યાંની પોલીસ આ બાબત ની તપાસ કરી રહી હતી.
રાજપીપળા કેવડીયા હાઈવે ઉપર મોટા રાયપરા ગામ પાસે ના એક ખેતર મા કેટલાંક વ્યક્તિઓ કટર વડે આઈશર ટેમ્પો ને કાપી રહ્યાં છે તેવી જાણકારી પોલીસ ને મળતા આ બાબત ની ખરાઈ કરવા ગયેલી પોલીસ જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે હાઈવે નજીક આવેલા ખુલ્લાં ખેતર માં આઈશર ટેમ્પો તોડફોડ અવસ્થા માં જોવા મળ્યો હતો, જેના બોડી પાર્ટસ કાપી ને છૂટા પાડી દેવામાં આવ્યા હતા. વાહન ચોરી ને આખું વાહન વેચવાને બદલે,ચોરેલા વાહન ને કાપી ને સ્પેરપાર્ટસ છુટાં પાડી ને વેચી મારતી આંતર રાજ્ય ગેંગ નુ આ કારસ્તાન હોઈ શકે તેમ જાણી ખુલ્લા ખેતર માં આઈશર ટેમ્પા ની નંબર પ્લેટ ને આધારે નર્મદા પોલીસે એના માલિક નો સંપર્ક શોધી કાઢ્યો હતો અને ઘટના ની જાણકારી આપી હતી, તેમજ વાહન માલિકે વાહન ચોરાયા ની પોલીસ ફરિયાદ જેતે જીલ્લામા આપી હોવાનુ જાણવા મળેલ હતું. આગળ ની તપાસ નર્મદા જીલ્લા પોલીસ ચલાવી રહી છે અને આ કારસા માં સ્થાનિક વ્યક્તિઓ સંકળાયા છે કે કેમ? એ દિશા મા પણ પોલીસ તપાસ કરે એ જરૂરી છે જેથી અગાઉ આવા વાહન તોડી ને વેચ્યા હોય તો એની પણ માહિતી બહાર આવી શકે છે.