રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહીસાગર જિલ્લાના બેરોજગાર શારિરીક શિક્ષણ અને કલા ના વિધાથીઑની છેલ્લા દસ વર્ષથી ભરતી ન કરવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું. અન્ય રાજ્યોમાં કાયમી નિમણૂક કરવામાં આવે છે તો ગુજરાત મા કેમ નહી.
રાજયની હજારો સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વ્યાયામ અને કલા ના શિક્ષકો વિહોણી છે.બીજુ બાજુ સરકાર આ વિષયોની ભરતી ના કરતા આ વિષયના તાલીમાર્થીઓની સ્થિત કફોડી બની છે. આ વિષયોના હજારો તાલીમાર્થી શિક્ષકો બેરોજગાર બન્યા છે. ગુજરાત રાજ્યની શાળાઓમાં ૨૦૦૯ થી વ્યાયામ અને કલા ના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. આવેદનપત્ર દ્વારા અન્ય રાજ્યોની જેમ દરેક શાળાઓમાં ફરજીયાત એક વ્યાયામ અને કલા ના શિક્ષક ની નીમણુંક કરવામાં આવે. ભરતી અને પુરતા શિક્ષકોને અભાવ શાળાના છાત્રોમા રહેલી રમત-ગમત પ્રત્યેની શકિતઓનો સમુચિત વિકાસ થતો નથી.રાજય સરકાર દ્વારા ખેલ.મહાકુંભ. કલા.યોગ દીવસ.યુવા મહોત્સવ જેવા મોટા કાર્યક્રમ યોજાય છે.આ પ્રકારના મહોત્સવ મા બાળકોને તાલીમ કોણ આપી શકે.
આમ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાના વિધાથીઑ કલેકટર ને આવેદનપત્ર આપી ને કલા અને વ્યાયામ શિક્ષકોની સરકાર ભર્તી કરે તેવી રજુઆત કરવામાં આવી. કોરાના મહામારી ને ખાસ ધ્યાન રાખી ને આવેદનપત્ર આપવામા આવ્યું હતુ.