રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરના નામાંકિત તબીબો એ જીવનાં જોખમે દર્દીઓ ની કરી સારવાર
જુનાગઢ જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે દર્દીઓને સારવાર અર્થે કોવીડ હોસ્પિટલ શરૂ કરવા માટે ધારાધોરણ મુજબ મંજુરી આપી હતી. કેશોદ શહેરમાં આવેલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર માટે સમય ફાળવવામાં આવતાં જ કોરોના મહામારીમાં સારવાર માટે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેશોદ શહેરમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં થી આવતાં અંદાજે ૧૪૦ થી વધારે કોરોના પોઝીટીવ રીપોર્ટ ધરાવતાં દર્દીઓ એ કોરોના વાયરસ સામે જીત મેળવી છે. સામાન્ય પરિસ્થિતિમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવે તો લક્ષણો જોવા મળતાં ન હોય તો હોમ કવોરન્ટાઈન કરી સારવાર આપવામાં આવે છે પરંતુ સ્થિતિ ગંભીર હોય તો જુનાગઢ અથવા રાજકોટ ખાતે ખસેડવામાં આવતાં હતાં પરંતુ કોવીડ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય તો દર્દી નાં પરિવારજનો હેરાનપરેશાન થઈ જતાં હતાં અને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો ની વાત થી જ એક ભયનું વાતાવરણ ઉભું થતું હતું. આવી કપરી પરિસ્થિતિમાં કેશોદ શહેરમાં કોરોના મહામારી ને મ્હાત આપવા શરૂ કરવામાં આવેલ કોવીડ હોસ્પિટલથી દર્દીઓને અજાણ્યું કે અજુગતું લાગતું ન હોવાથી રીકવરી મેળવવામાં સ્વસ્થ માનસિકતા મહત્વની ભૂમિકા ભજવે છે. કેશોદ શહેરમાં શરૂ કરવામાં આવેલ કોવીડ હોસ્પિટલમાં શરૂઆત થી જ દરેક બેડ ભરેલાં હોય અને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યા +નું પ્રમાણ વધતાં જુનાગઢ જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વધું દશ બેડની મંજુરી આપી છે ત્યારે કેશોદ શહેરમાં કોવીડ હોસ્પિટલમાં હવે ચાલીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેશોદ શહેરમાં કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓ દ્વારા પોતાનાં અનુભવો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સહુએ સાથે મળીને સાવચેત રહી જંગ લડવાની છે. કેશોદના નામાંકિત તબીબો દ્વારા જીવનાં જોખમે કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સારવાર કરીને યોધ્ધા બની લડી રહ્યાં છે અને પરિવારને ઉઝળતો રોકી રહ્યાં છે. કોવીડ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી તબીબી સારવાર ઉપરાંત અન્ય સુવિધાઓથી દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.