રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સુરત ખાતેના કાર્યાલય ખાતે નર્મદા જિલ્લાના ભાજપા આગેવાનો પહોંચ્યા હતા.ભારતીય જનતા પાર્ટીનાનવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવવાનો સીલસીલો ચાલુ જ રહયો છે. નર્મદા જિલ્લાના ભાજપા ના આગેવાનોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પહોંચી આજરોજ સુરત મુકામે પહોંચી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.આજરોજ સુરત શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને નર્મદા જિલ્લા ભો, જ.પા, ના પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ , ભરૂચ જિ૯લાના ભા.જ. પા,ઉપપ્રમુખ રાયસીંગભાઈ વસાવા તથા નેત્રંગ તાલુકાના ભા. જ, પા. ના પ્રમુખશ્રી માનસિંગભાઈ વસાવા સાથે તેમના કાર્યાલયે જઈને સાંસદ મનસુખભાઈ વસાવા એ શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષ ના સંગઠન ને તેમના નેતૃત્વ હેઠળ વધુ સફળતા પ્રાપત થાય એવો આશાવાદ સાંસદે વ્યકત કર્યો હતો.