નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૦૫ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૧૨ મિ.મી., દેડીયાપાડા તાલુકામાં-૦૬ મિ.મી., નાંદોદ તાલુકામાં-૦૩ મિ.મી અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૧મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૭૫ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૬૦૫ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૧૦૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૭૬૨ મિ.મી. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૭૫૩ મિ.મી. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૬૪૭ મિ.મી. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૯.૫૬ મીટર, કરજણ ડેમ-૧૧૦.૫૩ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૭ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૭ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૩૭ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *