બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાનારી એસ.એસ.સી. (ધોરણ–૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક જાહેર પરીક્ષાઓ તા. ૨૫ મી થી ૨૮ મી ઓગષ્ટ,૨૦૨૦ દરમિયાન યોજાનાર હોઇ, પરીક્ષાઓની વિશ્વ સનીયતા વધે તેમજ તેજસ્વી વિધાર્થીઓને ન્યાાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતિઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તે હેતુસર નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન તા. ૨૫ મી થી ૨૮ મી ઓગષ્ટ,૨૦૨૦ સુધી નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલીકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતાં કોઇપણ સાહિત્ય પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહી તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન રાજપીપલામાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા હુકમ ફરમાવ્યો છે.