નર્મદા જિલ્લામાં લેવાયેલી ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે કુલ-૪ કેન્દ્રોમાં યોજાયેલી ગુજકેટ-૨૦૨૦ ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં નોંધાયેલા ૭૪૨ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી, જયારે ૧૮૩ વિદ્યાર્થીઓ તેમા ગેરહાજર રહયાં હતા. તેવી જ રીતે જીવ વિજ્ઞાન વિષયમાં નોંધાયેલા ૫૫૯ વિદ્યાર્થીઓ પૈકી ૪૧૧ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી અને ૧૪૮ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહયા હતા. જયારે ગણિત વિષયમાં નોંધાયેલા ૧૮૬ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૨ વિદ્યાર્થીઓ હાજર રહયાં હતા અને તેમાં ૩૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી, તેમ જિલ્લા શિક્ષણાધિકારી, જિ.નર્મદા તરફથી જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *