રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી-સાવરકુંડલાના જુનાસાવર ગામના ખેડૂતોના પાકને મોટુ નુકશાન.વોકળાઓના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા નુકશાની.અહીંથી પસાર થતી શેલ નદી અને નાવલી નદીમાં પાણીની આવક થતા વોકળાઓ શરૂ થાય છે.આ વોકળાનું પાણી ખેડૂતોના પાકને નુકશાન પહોંચાડી રહ્યું છે.વોકળાઓ બુરાઈ ગયા હોવાથી સ્થિતિ સર્જાતી હોવાનું ખેડુતોનું કહેવું છે ખેડૂતોનો કપાસ,મગફળી સહિતના પાકને ભારે નુકશાન થયાનું ખેડૂતોનું કહેવું.મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ ખેતરોમાંથી પાણી ન ઓસરતા ખેડૂતોને મોટી નુકશાની થઇ છે.