રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા જાફરાબાદમાં પડી રહેલા વરસાદ થી ખેડૂતોને ભારે નુકશાન થયું છે આ બાબતે ખેડૂતો ચિંતામાં છે ત્યારે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચસ્તરે રજુઆત કરાઇ છે. રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા કૃષિમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે રજુઆતમાં જણાવ્યા મુજબ રાજુલા જાફરાબાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરિણામે ખેડૂતો ને મગફળી કપાસ સહિતના પાકોમાં ભારે નુકશાન થયું છે હજુ પણ વરસાદી માહોલ છે ખેડૂતો પોતાના ખેતરમાં જય શકતા નથી આવી અનેક ફરિયાદો ખેડુતો માંથી મળી છે આથી ખેડૂતોને નુકશાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોને થયેલા આ નુકશાન નો સર્વે કરાય તેમાટે કૃષિમંત્રી આર સી ફળદુ પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે.