રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવ છે જે વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પુરી કરનારા દેવ માનવામાં આવે છે દર વર્ષે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં વ્યાસ પરિવાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ગણેશ ચતુર્થીની ઘરે જ સહપરિવાર સાથે ઉજવણી કરવામાં આવે છે જયોત્સનાબેન વ્યાસ દ્વારા ભક્તિભાવ સાથે પોતાના હાથે માટીના ગણેશજીની મુર્તી બનાવી વિવિધ શણગારો સાથે સહ પરિવાર દ્વારા પુજા સાથે પ્રાતઃ મદ્યાહન સંધ્યા આરતી કરવામાં આવે છે. આજે ગણેશચતુર્થી નિમીતે ૧૦૮ લાડુનો ભોગ ધરવામાં આવ્યો છે અને ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં રહેતા સમગ્ર વ્યાસ પરિવાર દ્વારા ગરવા ગજાનને મંત્રોચ્ચાર જાપ પુજા સાથે પ્રાર્થના કરી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી બચાવવા ગરવા ગજાનન કૃપા કરી સુખ સમૃદ્ધિ શાંતી આપે તેવી વિઘ્નહર્તા ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના લોક કલ્યાણ અર્થે ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં શ્રાવણ મહીના નિમીતે પણ આખો મહીનો ભગવાન ભોળાનાથની પુજા કરવામાં આવી હતી તેમજ દરેક ધાર્મિક તહેવારોની પણ ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં ઉજવણી કરવામાં આવે છે.