ભાવનગરમાં મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

વલ્લભીપુર તાલુકાના પાટણા ખાતે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરવા માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મંત્રીએ ઉપસ્થિત ખેડૂતોને સરળ શૈલીમા આવયોજના અંગેની વિસ્તૃત સમજ આપી હતી.

આ સેમિનારમાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે કિસાનોની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.સરકારના નર્મદા કેનાલ,વીજ કનેક્શન, ચેકડેમો વગેરે પ્રયાસો થકી આજે ખેડૂતોને વિધા દીઠ ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતની આવકમાં પણ વધારો થયો છે. મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પાક વિમાના પ્રીમિયમ રાજ્ય સરકાર,કેન્દ્ર સરકાર તથા ખેડૂત દ્વારા ભરવામાં આવતા.જેમાં ૬ હજાર કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ થતો.ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ આ વર્ષે પ્રીમિયમ ન ભરી આ રકમનો સીધો લાભ ખેડૂતોને મળે તે દિશામાં નવીન સહાય યોજના અમલમાં મૂકવાનુ આયોજન કરવામા આવ્યુ.જેના ફળરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખેડુતોને સૌથી વધુ નુકસાનકર્તા અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદના સંજોગોમાં ખેડૂતોને આ સહાય મળવાપાત્ર થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમાત ૫૩ લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ખરીફ પાકના તમામ પાકોનો આ યોજના હેઠળ સમાવેશ થશે. આ યોજના હેઠળ કોઈ જ નોંધણી કે કોઇ જ પ્રીમિયમ ખેડૂતોએ ભરવાના રહેશે નહીં. અને જે પ્રિમીયમ ભર્યા છે તે ખેડૂતોને પરત મળશે. યોજના અંતર્ગત ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાની જો ૩૩% થી ૬૦% વચ્ચે હશે તો મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે રૂપિયા ૨૦,૦૦૦ તેમજ જો ૬૦% થી વધુ નુકસાની હશે તો મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે ૨૫,૦૦૦ની રકમ યોજના હેઠળ સહાયરૂપે મળવાપાત્ર થશે અને આ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા થશે. પ્રાકૃતિક ખેતી કરતા લાભાર્થીઓને ગાયના નિભાવ માટે સહાય, પાક સંગ્રહ માટેની યોજના, કૃષિ પરિવહન માટેના વાહનો માટે સહાય, ફેરિયાઓને છત્રી સહાય, સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના,ટપક પધ્ધતિ માટે પાણીની ટાંકી સહાય જેવી અનેક ખેડૂતલક્ષી સહાય અંગે પણ આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *