રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સુસવાવ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લેવાયેલો નિર્ણય અને શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત કેદારેશ્વર મહાદેવ મંદિર કોરોના મહામારીનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ભાદરવા માસનું પિતૃતર્પણ કાર્ય વિધિ બંધ રાખેલ છે આથી કેદારેશ્વર મહાદેવ મંદિરે તર્પણ વિધિ કરવા આવું નહીં હાલ બંધ રાખેલ છે આ નિર્ણય ખાસ સુસવાવ ગ્રામ પંચાયત તેમજ શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત દ્વારા લેવામાં આવ્યો છે.