બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ., સાગબારા તાલુકામાં-૩૧ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૨૧ મિ.મિ અને તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૧૬ મિ.મિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૦૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૯૦૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૬૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૫૭ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૫૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૧.૭૯ મીટર, કરજણ ડેમ-૧૦૯.૮૪ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૬.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૬ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.