રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ સમગ્ર નર્મદા-ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોય નદી નાળામાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ઉપરાંત કરજણ ડેમમાંથી પણ સમયાંતરે પાણી છોડાઈ રહ્યું હોય નદી નાળામાં જોખમ ન લેવા પણ તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હોવા છતા કામ ધંધે ગયેલા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાણી ઓળંગી રસ્તો પસાર કરતા જોવા મળે છે ત્યારે તા.૧૬ ઓગસ્ટ ના રોજ રાત્રે અંકલેશ્વર કડીયા કામે જઈ પરત ઘરે ફરતા ગાલીબા નવી વસાહત તા- નેત્રંગ,જી-ભરૂચના રહેવાસી રવિંદ્રભાઈ નરપતભાઈ વસાવા વધુ વરસાદના કારણે ગાલીબા ગામના કોતરમાં ઉંડા પાણીમાં રસ્તો પસાર કરતા પાણીમાં ડુબી જતા કરજણ નદી તરફ ખેચાઈ જતા પાણી પી જવાથી તેનું મોત થયુ હતું.આ બાબતે રાજપીપળા પોલીસે આકસ્મિક મોત નોંધી તપાસ હાથ ધરી છે.
