નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૨૧૮ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લાસમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૧ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૭ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૭૫૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૨૧૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૮૪૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૦૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૫૯૮ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૦૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૧.૨૭ મીટર, કરજણ ડેમ-૧૦૯.૪૫ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૫.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૦૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૩૪ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *